રાજકોટ મધ્યસ્થ જેલ માંથી પેરોલ જંપ કરેલ ખુની કેસનો પાકા કામની સજા પામેલ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર


ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપી ઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.
શિહોર પો.સ્ટે.ના I-ગુ.ર.નં.- ૧૭૦/૨૦૦૮ IPC કલમ-૩૦૨ વિ. મુજબના ગુનાના પાકા કેદી નંબર ૪૪૧૪૬ રામાભાઇ પાંચાભાઇ આલગોતર ઉ.વ.૨૫ રહે. ભવનાથ મંદિર સિહોર, જી.ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૦ ની સાલમાં પકા કામના કૈદી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમ્યાન મજકુર આરોપીને ગઇ તા.૧૯/૦૪/૨૦૨૦ થી તા.૧૧/૦૬/૨૦૨૦ દીન-૪૨ ની રજા મંજુર કરેલી અને પેરોલ રજા ઉપર રાજકોટ મધ્યસ્થ જેલ માંથી મુકત કરવામાં આવેલ અને તા.૧૧/૦૬/ ૨૦૨૦ ના રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો ભાવનગર ના શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલનો પકા કામનો આરોપી રામાભાઇ પાંચાભાઇ આલગોતર ઉ.વ.૪૨ રહે..સિહોર જી.ભાવ નગર વાળો શિહોર એસ.ટી બસ સ્ટેશન પાસે ઉભો હોવાની બાતમી મળતા જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો શિહોર એસ.ટી બસ સ્ટેશન જઇ મુજકર પેરોલ જંપ કરનાર પાકા કેદી નંબર ૪૪૧૪૬ રામાભાઇ પાંચાભાઇ આલગોતર રહે. સિહોર જી.ભાવનગર વાળાને પકડી લઇ તેની અટકાયત કરી રાજકોટ મઘસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં તથા પરેલો ફર્લો સ્કોડ હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલા તથા પો.કો કુલદિપસિંહ ગોહિલ પો.કો શકિતસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં
રિપોર્ટર: એજાદ શેખ