ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લોકો ને પોસાય નહીં તેવા વેરા વસૂલવા છતાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લોકો ને પોસાય નહીં તેવા વેરા વસૂલવા છતાં ઠેર ઠેર કચરા ના ઢગલા જોવા મળે છે. સફાઈ ના નાટક સામે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા કચરા ના ઢગલા પાસે ધરણાં કરવા છતાં કોર્પોરેશન દ્વારા કચરો ન ઉપાડતા શહેર કોંગ્રેસ દ્વારા જાતે કચરો સાફ કરી કોર્પોરેશન ઓફિસ સામે કચરો મૂકી આશ્ચર્યજનક કાર્યક્રમ કરવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ માં શહેર પ્રમુખ શ્રી પ્રકાશભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા, વિપક્ષ નેતા શ્રી જયદીપસિંહ ગોહીલ, મહિલા પ્રમુખ પારુલબેન ત્રિવેદી, અને કોર્પોરેટરો, આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા.

એજાદ શેખ રીપોર્ટર