ભુજ,દેવીસર વાયા વિથોણ બસ શરૂ કરાતા લોકોમાં હાશકારો

(ભુજ) ભુજથી દેવીસર વાયા વિથોણ, ભડલી, મોરઝર, લાખિયાવિરા અેસટી બસ ચાલુ કરાતા લોકોમાં હાશ કરો જોવા મળ્યો હતો. સાંજે 6 વાગે આ બસ સેવા શરૂ થઇ છે. દેવીસર, લાખિયાવીરા, ચાવડકા જેવા ગામોની લાંબા સમયની ભુજ જવા-આવવા માટે બસની માંગ હતી. આ બસ માટે જાગૃત નાગરિકો અને ખૂદ સંરપચે ભુજ વિભાગીય નિયામક ભુજને રજૂઆત કરી હતી. આજે બસ ચાલુ થતાં એસટી તંત્રનો આભાર માનવામાં આવ્યો હતો. ભુજ જવાં માટે ઉપયોગી એસટી બસ શરૂ થઇ જતાં ગામ લોકોને રાહત થઇ છે, તેવું ગામના હરિદાન રાજવીર ગઢવીએ કહ્યું હતું.