ભુજમાં વધુ એક ખાનગી હોસ્પિટલને કોવિડ-19ની અપાઈ મંજૂરી

(ભુજ) કચ્છમાં વધતાં જતાં કોરોના વાયરસ ને કારણે ભુજની જીકે, મુન્દ્રાની એલાયન્સ અને આદિપુરની હરિઓમ હોસ્પિટલ મોટા ભાગે ફૂલ થઇ ગઇ છે તેવામાં ભુજની ખાનગી હોસ્પિટલને કોવિડની સારવાર માટે મંજૂરી અપાઇ છે.જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી. કે. એ ભુજમાં ડો. સચિન ઠક્કરની હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મંજૂરી આપી છે જેમાં સરકારે આપેલી પરવાનગી મુજબ જ સારવારનો ચાર્જ લેવાશે તેમ જણાવાયું છે. આ ઉપરાંત વહીવટી તંત્રની મંજૂરી વિના કોઇ વધારાનો ચાર્જ દર્દી પાસેથી નહીં લઇ શકાય. આમ ભુજમાં પ્રથમ ખાનગી હોસ્પિટલને મંજૂરી અપાઇ છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની સારવાર અપાય છે.