વરનોરા તેમજ પૈયા નજીક થી ગેરકાયદે રેતી અને પથ્થર ભરતી 2 ટ્રક ઝડપાઇ

મળતી માહિતી મુજબ: પધ્ધર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ભુજ તાલુકાના વરનોરા અને પૈયા ગામની સીમ માંથી રોયલ્ટી વિના ગેરકાયદે રેતી અને પથ્થર ભરીને નીકળતી બે ટ્રકો ને કબ્જે કરી લીધી હતી. આગળની તપાસ માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરી છે. મળતી માહિતી અનુસાર  બુધવારે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે વરનોરા અને પૈયા તરફ જતા રોડ પરથી પથ્થર ભરેને જતી ટ્રક જી.જે.09 વી 7704ને રોકી ચાલક કરીમ કાસમ મમણ રહે નાના વરનોરા પથ્થર અંગેની રોયલટી બાબતે પુછતાં ચાલક પાસે પથ્થરની કોઇ રોયલટી ન હોવાથી પોલીસે પથ્થર સાથે ટ્રક ડીટેઇન કરી હતી.

બીજી તરફ પૈયા ગામની સીમ તરફથી આવતી ટ્રક જી.જે.09 વી 4982ને રોકીને ચાલક સુલતાન અનવર મમણ રહે નાના વરનોરાવાળાને રેતી અંગેની રોયલ્ટી બાબતે પુચ્છતા તેની પાસે કોઇ આધાર પુરાવા ન હોવાથી પોલીસે ટ્રક ડીટેઇન કરીને આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. આ કામગીરીમાં પધ્ધર પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર એસ.આર.જાડેજા, એએસઆઇ ઇન્દ્રસિંહ ઝાલા, ગુણવંતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા ઓખરાજ રાજપુત સહિતનો સ્ટાફ જોડાયો હતો.