સુંદરપુરીમાં શાળા નજીક જુગઠું રમતા 4 ઈસમોની પોલીસે અટક કરી

(ગાંધીધામ) શહેરના નવી સુંદરપુરીમાં શાળા નજીક જુગઠું રમતા 4 ઈસમોની પોલીસે અટક કરી રોકડ રૂા. 4350 કબ્જે કર્યા હતા.શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં પ્રાથમિક શાળા પાસેની એક ગલીમાં જુગાર રમાતો હતો. દરમ્યાન અચાનક પોલીસ પહોંચી  હતી અને પત્તા ટીચતા પચાણ મીઠુ સંજોટ (મહેશ્વરી), ગોવિંદ કાનજી દનિચા (મહેશ્વરી), કમલેશ રામજી સીજુ (મહેશ્વરી) અને સુલતાન ઈસ્માઈલ બાવા (મુસ્લિમ) નામના ઈસમોને ઝપટે લીધા હતા. ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા આ ઇસમો પાસેથી રોકડ રૂા. 4350 જપ્ત કરવામાં આવ્યા હતા.”