તસ્કરીના ગુનામાં બે વર્ષથી નાસતો – ફરતો સુથરીનો શખ્સ પકડાયો

(કોઠારા) પૂર્વ કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા તસ્કરી વિશેના કેસમાં છેલ્લા 2 વર્ષથી નાસતા-ફરતા શખ્સ ને અબડાસાના સુથરી ગામના ઇબ્રાહીમ ઇભલા દરાડને કોઠારા પોલીસે ઝડપી પાડયો હતો. વર્ષ 2018માં તસ્કરી વિશેનો કેસ દાખલ થયા બાદ આ શખ્સ નાસતો-ફરતો રહ્યો હતો. દરમ્યાન તેના વિશે બાતમી મળતાં તેના આધારે ધસી જઇને પોલીસ ટુકડીએ તેને દબોચી લીધો હતો. બાદમાં આ વિશે અંજાર પોલીસને જાણ કરાઇ હતી. કોઠારાના ફોજદાર એચ.એચ. જાડેજા સાથે સ્ટાફના સભ્યો કાર્યવાહીમાં જોડાયા હતા.’