દુર્ગાપુરમાં અવાવરુ વરંડામાં દારૂ તેમજ બિયર ઝડપાયો હતો

માંડવી તાલુકાના દુર્ગાપુર ગામમાં  અવાવરુ વરંડામાંથી સ્થાનિક પોલીસે દારૂ તથા બિયર ઝડપી પાડયો હતો. પોલીસ પાસે થી મળતી વિગતો અનુસાર બાતમીના આધારે ગતરાત્રે માંડવી પોલીસે દુર્ગાપુર ગામે આ છાપો મારવા માં આવ્યો હતો. આ સમયે શખ્સ માંડવીનો કંસારા બજાર ખાતે રહેતો જિતેશ સોની હાથે લાગ્યો ન હતો. તેને ઝડપવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.