નાના નખત્રાણામાંથી જુગઠું રમતા 3 શખ્સો પકડાયા

નાના નખત્રાણા ગામે કોમ્યુનિટી હોલની સામે વડલા નીચે બેસીને જુગાર રમતા ત્રણ શખ્સ 4600 રૂપીયા રોકડ સાથે ઝડપાઇ જતા નખત્રાણા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નાના નખત્રાણામાં કોમ્યુનિટી હોલ પાસે જુગાર રમતા મંગાભાઇ વાળાભાઇ બડીયા, રામજી નારણ મહેશ્વરી, સચીન લાલજી સીજુ (રહે. નખત્રાણા)વાળા જુગાર રમતા પકડાઇ ગયા હતા. પોલીસે 4670 રોકડ કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.