ઝોન પાસે ઉભેલા ટ્રકને ઇનોવાએ ટક્કર મારી, એક ને ગંભીર ઇજાઓ

ગાંધીધામમાં ઝોન ગોલાઇપુલિયા નિચે અંધારામાં ઉભેલી ટ્રકને ઇનોવા કાર ટક્કર મારતા એકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. મુળ કેરાલાના હાલે ગાંધીધામ સેક્ટર-7માં રહેતા અને શિપિંગ કંપનીમાં સિનિયર એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતા ગીટી થોમસ મડતાનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત રાત્રે તેઓ પોતાના કંપનીના ડ્રાઇવર જી.રાજારાઉ ગુટ્ટી સાથે જીજે-12-બીએફ-6283 નંબરની કંપનીની ઇનોવા લઇ કંડલા પોર્ટ જઇ રહ્યા હતા ત્યારે ઝોન પુલિયા નીચે અંધારામાં પાર્ક કરાયેલા જીજે-12-ડબલ્યુ-9784 નંબરના ટ્રકમાં ઇનોવા ચાલકે કાર અથડાવી દેતાં કાર ચાલકને સામાન્ય ઇજાઓ પેટના ભાગે પહોંચી હતી. આ અકસ્માતમાં કારને પણ નુકશાન થયું હતું.