વરસાદના કારણે ૧ માસમાં શાકભાજીના ભાવ આસમાને ચડ્યા

અતિ ભારે વરસાદના કારણે ૧ માસમાં શાકભાજીના ભાવ આશમાંને પહોંચ્યા છે. અને પૂરના કારણે શાકભાજીની ખેતી નાશ પામી છે. શાકભાજીના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભરૂચ જિલ્લામાં શાકભાજીની ખેતી મુખ્ય ખેતી પૈકીની એક મનાય છે. ખાસ કરીને નર્મદા કાંઠાના ગામોમાં લીલા શાકભાજીની ખેતી મોટાપાયે થાય છે. તાજેતરમાં વરસેલા ભારે વરસાદ અને ત્યાર બાદ નર્મદામાં આવેલા પૂરના કારણે ખેતીને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે. લાંબા સમય સુધી ખેતરોમાંથી પાણી ન ઓસરતાં પાક નાશ પામ્યો છે. શાકભાજીની ઉપજ ન મળવાથી ભાવ ઉંચા ચઢ્યા છે.