કોટડાસાંગાણીનાં પીપલાણા પાસે યુવતીનું અપહરણ કરી બળાત્કાર : શખ્સની અટક


રાજકોટ: કોટડાસાંગણીના પીપલાણા નજીક આવેલા કારખાનામાં કામ કરતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવતા પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી પુછપરછ આદરી છે.
બનાવની મળતી માહિતી મુજબ કોટડાસાંગાણીના પીપલાણા નજીક આવેલા કારખાનામાં કામ કરતી 14 વર્ષીય સગીરાને વાદીપરા ગામના વિશાલ સાથે કારખાનામાં ઓળખાણ થઇ હતી.સ બંને સાથે જ કારખાનામાં કામ કરતા હતા. આરોપી વિશાલની દાનત બગડતા સગીરાને લગ્નની લાલચ આપી તા. 10/09 નાં રોજ લલચાવી ફોસલાવી બાઇક પર અપહરણ કરી અલગ-અલગ સ્થળે લઇ-જઇ બળાત્કાર ગુર્જાયું હતું.
ગુનો નોંધવામાં આવતા સગીરાનું મેડીકલ ચેકઅપ કરાયુ હતુ. આ મામલે પોલીસે સગીરાને આરોપી દ્વારા કયાં લઇ જવામાં આવી હતી. અને વિશાલને અપહરણ અને દુષ્કર્મ કરવામાં અન્ય કોઇની મદદગારી કરી છે કે કેમ ? આ અંગે આરોપી વિશાલની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.