જૂનાગઢમાં સરગવાડા પાસે ગોડાઉનમાંથી રૂા.44 હજારનો વિદેશી શરાબ પકડાયો

જુનાગઢ: જૂનાગઢ તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે જૂનાગઢથી 4 કિ.મી. દૂર સરગવાડા ગામ પાસે રેલવે ફાટક પાસેના ગોડાઉનમાંથી 63 પેટી (756 બોટલ) 44,160નો વિદેશી દારુ મળી આવ્યો હતો. ગોડાઉન માલિક રબારી ભાવેશ ખોડા, નીલેષ ખોડા, ભુપત મુળુ રબારી અને અનિલ મરાઠા રેડ સમયે હાજર મળી આવ્યા નહતાં. તાલુકા પીએસઆઈ એસ.એન. સગારકાએ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બીજો જથ્થો તાલુકા પોલીસે વાલાસીમડી ગામના રોડ પરથી નીકળેલ સફેદ કલરની સુઝુકી મોપેડ મો.સા.ને રોકી ચેક કરતાં થેલામાં રાખેલ 17 બોટલ ઇંગ્લીશ દારુ 8500નો જથ્થો સહિત કુલ 23,500નો હેરાફેરી કરતાં દબોચી લીધો હ તો. પોલીસને જોઇ ઈસમ મોપેડ મુકીને ઝાડી ઝાંખરામાં નાસી  છુટ્યો હતો.