માંગરોળના સામરડા ઘેડ ગામે મૈત્રીકરાર પ્રશ્ને યુવક ઉપર પાઈપથી કરાયો હુમલો

જુનાગઢ: માંગરોળના સામરડા ઘેડ ખાતે રહેતા ફરિયાદી કાનાભાઈ ઉકાભાઈ ભુતિયાએ શીલ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં તેમના દિકરા પ્રતાપે રવિના સાથે મૈત્રીકરાર કરેલા છે. તે રવિનાના લગ્ન અશોક મજેઠીયા સાથે થયેલા હોય બાદ રવિના તેના પિતાના ઘરે રિસામણે હોય બાદ ત્યાંથી કાનાભાઈ ભૂતિયાના દિકરા પ્રતાપ સાથે રહેતી હોય જે વાતનું મનદુ:ખ રાખી આરોપી અશોક મજેઠીયા, અજય મજેઠીયા અને લલીત મજેઠીયાએ આ મનદુ:ખના કારણે લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ પ્રતાપભાઈના પિતા કાનાભાઈ ઉકાભાઈ ભૂતિયાએ નોંધાવતા શીલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.