ભચાઉ તાલુકાનાં અધોઈ ગામની સીમમાં રૂ.૧.૨૪ કરોડની ખનીજ ચોરી કરતાં પાંચ શખ્સો ઝડપાયા.
ભચાઉ તાલુકાના અધોઈ ગામની સીમમાં રૂ. ૧.૨૪ કરોડની ખનીજ ચોરીમાં પોલીસે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. સામખિયારી પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે ,અધોઈ ગામની સીમમાં ગેરકાયદે ચાઈનાકલે માટી ખનીજની ચોરી કરી ડમ્પર નં જી.જે.૧૨ એ. યુ .૬૨૭૨ ના રૂ . ૧૨૪૪૬૮૨૪ /- ની કિંમતની ૪૭૧૪૭ /- મેટ્રિક ટન મારી લઈ ગયા હતા .આ મામલામા ભુજ સ્થિત ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર જે.આર .પટેલે આરોપી રમેશ કંભાકાલી, કમલેશ મારજ અને ડમ્પર નં જી.જે.૧૨. એ.યુ.૬૨૭૨ ના માલિક ), બાબુ જીવા કોલી ,કાનજી વિભા કોલી અને નંબર વગરના લોડર ચાલક -મલીક )સામે રૂ .૧.૨૪.૪૬૮૨૪ /- ની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V. ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 30 થી 11 00 ચાલુ છે.