સિહોરના બોરડી ગામે તળાવમાં નહાવા ગયેલ ૨ ભાઇઓના ડુબી જવાથી મોત

ભાવનગર: ભાવનગરનાં બોરડી ગામે તળાવમાં ડુબી જતાં બે સગા ભાઇનાં મોત નિપજયા છે.
આ બનાવની વિગતો મુજબ ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં બોરડી ગામે રહેતા ભાવસંગભાઇ પરમારનાં પત્ની તેના બે બાળકો અજય ભાવસંગ પરમાર (ઉ.વ.13)અને આયુષ્કર ભાવસંગ પરમાર (ઉ.વ.16) સાથે ગામનાં તળાવમાં કપડા ધોવા ગઇ હતી. ત્યારે આ બંને ભાઇઓ તળાવમાં ન્હાવા પડયા હતા અને પાણી ભરેલા તળાવમાં ડુબી જતાં બંનેના કરૂણ મોત નિપજયા હતા.