સાવરકુંડલાના આંબરડા ગામની એક મહિલા રસોઇ બનાવતા દાઝી


(રાજકોટ) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડા ગામની મહિલા પ્રાયમસ પર રસોઇ બનાવતી વખતે દાઝી જતા પ્રથમ અમરેલી સારવાર અપાયા બાદ તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલે દાખલ હતા.
પાંચેક દિવસ પહેલા આંબરડા ગામે રહેતા મનિષાબેન મુકેશભાઇ ઘુરકા (ઉ.વ. 36) પોતાના ઘરે પ્રાયમસ પર રસોઇ બનાવી રહયા હતા.સ ત્યારે પ્રાયમસ અચાનક તેમના પર પડતા પેટના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રથમ તેઓને અમરેલી ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જયાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.
પરિણિતાના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં એક દિકરો અને 2 દીકરી છે. બનાવના પગલે સાવરકુંડલા પોલીસે કાગળ કાર્યવાહી કરી હતી.