જામનગરમાં ૨ ઇસમોએ માતા-પુત્રને માર માર્યો


(જામનગર) જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં મહાકાળી ચોક પાસે માતા-પુત્ર પર બે ઇસમોએ હુમલો કર્યાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં મહાકાળી ચોકમાં ગઇકાલે રાત્રે સાડા બારેક વાગ્યાના સુમારે સાગરસિંહ જીતુભા કેર અને મહેન્દ્રસિંહ ઉર્ફે બાબો ગુમાનસિંહ જાડેજા નામના બે શખ્સોએ હુમલો કરી ગજેન્દ્રસિંહ દિલિપસિંહ જાડેજા અને તેમના માતા પર હુમલો કરી લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોચાડી હતી.આ બંને આરોપીઓને સમજાવવા જતાં હુમલો કર્યો હોવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.