વઢવાણમાં જુગઠું રમતા ૭ ઇસમો પકડાયા ઝડપાયા


વઢવાણ: વઢવાણ માં જુગાર રમતા ૭ ઈસમોની અટક. જુગારની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા કડક સુચના કરેલ હોય જે અનુસંધાને ના.પો. અધિ. એ.બી. વાળંદના માર્ગદર્શન મુજબ વઢવાણ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા વઢવાણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ખાનગી રાહે ચોકકસ હકિકત મળેલ કે વઢવાણ શીયાણીની પોળ બહાર વચલા કોળી પરામા રહેતા રાકેશભાઇ દેવીપુજકના ઘર પાસે જાહેરમાં અમુક ઇસમો તથા સ્ત્રી (લેડીઝ) ગુદડી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે.
તેવી હીકકત મળતા હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા આરોપી સ (1) ભરતભાઇ ઉર્ફે ગડુ નાગજીભાઇ છત્રોટીયા રહે. વઢવાણ શીયાણીપોળ બહાર વચલા કોળી પરા તા. વઢવાણ (2) અનીલભાઇ દીલીપભાઇ આજોલા રહે. વઢવાણ નવા દરવાજા પાસે કોળી પર તા. વઢવાણ (3) ભરતભાઇ હીરાભાઇ ચાવડા રહે. વઢવાણ શીયાણીપોળ બહાર કોળીપરા (4) ભરતભાઇ ગોબરભાઇ લામ્કા રહે. વઢવાણ માલધારી ચોક તા. વઢવાણ (5) અલ્તાફભાઇ મુસાભાઇ બાબીયા રહે. વઢવાણ નરશીટેકરી (6) અલ્પેશભાઇ દલાજીભાઇ તેરવાડીયા રહે. વઢવાણ નવા દરવાજા બહાર કોળીપરામાં તા. વઢવાણ (7) ગીતાબેન નરશીભાઇ ડાયાભાઇ રાતોજા રહે.
વઢવાણ નવા દરવાજા બહાર કોળીપરામાં તા. વઢવાણ વાળાઓને જાહેરમાં ગુદડી પાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.40100 તથા ગુદડી પાસા નંગ 2, તથા મોબાઇલ ફોન નંગ-5 કિ.રૂ.10000 ના મળી કુલ રૂ.50100 ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી આગળની ધોરણસરની તપાસ કરવામાં આવેલ છે