લાયજામાં બળાત્કારની ફરિયાદ ખેંચવા બાબતે પારિવારને અપાઈ ધમકી

(માંડવી) માંડવી તાલુકાના શેરડી ગામે રહેતા ઈસમ સામે 1 વર્ષ અગાઉ બળાત્કાર પોક્સોની ફરિયાદ નોંધાવાયા પછી  કોર્ટમાં કેસ ચાલુ હોઇ ફરિયાદી યુવતી અને તેના પરિવારજનોને ફરિયાદ પરત ખેંચવા બાબતે 3 ઇસમોએ આપી ધમકી  માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.

મળતી માહિતી અનુસાર ગત 1 જુલાઇ 2019ના માંડવી પોલીસ મથકે શેરડી ગામના ગાભા સુજા સંઘાર સામે બળાત્કાર તથા પોક્સો અનુસારનો ગુનો નોંધાવ્યો હતો. જે બાબતે કેસ ચાલુ હોઇ આરોપી અવારનવાર યુવતી સાથે ફોન પર વાત કરી ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપતા હોતો, ફરિયાદી યુવતી તેના માતા પિતા સાથે મુળ વતન મોટા લાયજા ખાતે આવી હોય તે બાબતની આરોપીઓને જાણ થતાં રવિવારે મોડી રાત્રીના બે વાગ્યે બાઇક પર બે અરવિંદભાઇ સંઘાર રહે શેરડી અને એક અજાણ્યો શખ્સ આવી યુવતીના પરિવારને ફરિયાદ પાછી ખેચી લેવાનું કહી નહિંતર પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપતાં માંડવી પોલીસ મથકમાં શેરડીના ગાભાભાઇ સુજાભાઇ સંઘાર, અરવિંદ સંઘાર અને એક અજાણ્યા સહિત 3 ઇસમો સામે યુવતીએ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી છે.