એક વર્ષથી નાસતો ફરતો શખ્સ 88 હજારના શરાબ સાથે ઝડપાયો

661936af05dd64b05f20480e1560a975

આડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી શરાબની ત્રણ ફરિયાદમાં છેલ્લા એક વર્ષથી ફરાર થઈ ગયેલ શખ્સને સરહદી રેન્જ પેરોલ ફર્લો ટીમે 88 હજારની કિંમતના શરાબ અને બિયરના જથ્થા સાથે કિડિયાનગરથી ઝડપી પાડતા એક સાથે બે સફળતા પોલીસને મળી છે.આ મુદ્દે પીઆઇ ભાવિન સુથારે માહિતી આપી હતી કે, બોર્ડર રેન્જની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ એન.વી.રહેવરે ટીમ સાથે બાતમીના આધારે રાપરના કિડીયાનગરમાંથી વર્ષ-2019 મા઼ જે શખ્સ સામે શરબના ત્રણ  કેસ નોંધાયા છે અને આ ગુનામાં તે 1 વર્ષથી ફરાર છે તે કિડીયાનગરના હરિસીંહ જોરૂભા વાઘેલાને ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 એમએલની 144 બોટલ, 180 એમએલના 249 ક્વાર્ટરીયા, 375 એમએલના 16 ક્વાર્ટર અને બિયરના 65 ટીન મળી રૂ.88,775 ની કિ઼મતના દારૂ-બીયરના જથ્થા સાથે પકડી લઇ વધુ તપાસ માટે આડેસર પોલીસને સુપ્રત કર્યો હતો.