રાપર તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નો નો ઉકેલ આવ્યો
રાપર: આજે રાપર મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલ રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભાખંડ મધ્યે ભચાઉ પ્રાંત અધિકારી પી. એ. જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા ની સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા. નાયબ કાર્યપાલક ઈજનેર એચ. વી. જાની. એન. વી. અલવાણી. ચીફ ઓફિસર મેહુલ જોધપુરા. નાયબ મામલતદાર મહેશ ઠક્કર. તાલુકા હેલ્થ ઓફિસર ડો પૌલ પ્રતાપ પરમાર. કિશોર ભાઈ પરમાર શંકરદાન ગઢવી. ભરતસિંહ વાધેલા. એન. વી. પટેલ ડો. પ્રકાશ કારીયા હરેશ પરમાર એચ. કે. કચછવા. પીજીવીસીએલ ના શ્રી ઠક્કર બબીબેન સોલંકી. રમેશ દાદલ. રામજી સોલંકી. ડાયાલાલ વાઘાણી કાંતિલાલ ઠક્કર સહિત ના મહેસુલ આરોગ્ય પોલીસ નગરપાલિકા નર્મદા. જળસિંચન પેટા વિભાગ. બાંધકામ પાણી પુરવઠા ખેતી વાડી વેટરનરી આંગણવાડી એસ.ટી. સરદાર સરોવર ફોરેસ્ટ સમાજ કલ્યાણ સહિત ના વિભાગ ના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે મળેલી બેઠકમાં દસ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ભીમદેવકા ફુલપરા રણકાંઠા ના ગામો મા દબાણ અંગે. પલાસવા આડ બંધ અંગે ગેડી ના પારકરાવાંઢ થોરારીવાડી વિસ્તારમાં પાણી અંગે કલ્યાણપર દેશલપર મા મંજૂર થયેલા 66 કે.વી.અંગે ખોડીયાર વાંઢ મા શિક્ષકો ની ખાલી જગ્યાઓ અંગે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઉંડા કરવામાં આવે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં થી લગભગ તમામ પ્રશ્ર્નો નો ઉકેલ લાવવા મા આવ્યો હતો આમ રાપર તાલુકાની સંકલન બેઠક મા વણ ઉકેલાયેલા પ્રશ્રન નો સુખદ ઉકેલ લાવવા મા આવ્યો