તાંબાના વાયરની ચોરી કરતા બે ઇસમોને કુલ કિ.રૂ. ૧૩,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથાએલ.સી.બી.સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખ્ત સુચના આપેલ.
આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાખફનાં માણસો પોલીસ ઇન્સ. એલ.સી.બી. ભાવનગરનાં ઓ ની સુચના મુજબ ભાવનગર શહેર વિસ્તાટરમાં ચોરીનાં અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન ભાવનગર,કુંભારવાડા સર્કલ રોડ પાસે આવતાં પો.કોન્સ શકિતસિંહ ગોહીલ તથા પો.કોન્સ જયદીપ સિંહ ગોહીલ ને સંયુકત ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, કુંભારવાડા બાથા ભાઇ ચોક પાસે બે ઇસમો પ્લા.ના થેલામા તાંબાનો વાયર છે.જે ચોરીનો મુદામાલ લઇને ઉભા છે.તેમ હકિકત મળેલ જેથી હકિકત વાળી જગ્યાએ બે ઇસમો પ્લા.ના કોથળા સાથે ઉભેલ હોય જેથી તેને જેમના તેમ પકડી નામ સરનામું પુછતા પોતે પોતાનું નામ હસનભાઇ સલીમભાઇ વાઘેર ઉ.વ.૩૩ રહે. કુંભાર વાડા, માઢીયા રોડ, મહમદી મસ્જીદનીપાસે,મફતનગર,ભાવનગર(ર) અસ્લમભાઇ ઉમરભાઇ પંચસમા/મુસ્લીમ ઉ.વ.૩૨ રહે.કુંભારવાડા, માઢીયા રોડ, મહમદી મસ્જીદની પાસે, મફતનગર, ભાવનગર વાળા હોવાનુ જણાવેલ બંન્ને ઇસમો પાસેના તાંબાના વાયરના બીલ આધાર પુરાવા માંગતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય તાંબાના વાયરનુ વજન આશરે ૨૬ કીલો છે કુલ કી.રૂ ૧૩,૦૦/- ગણી મુદ્દામાલનો તાંબાનો વાયર શક પડતી મીલ્કત ગણી સી.આર.પી. સી.કલમ-૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. અને ઘોરણસર કાર્યવાહી કરી બોળતળાવ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી. ને સોપી આપેલ છે.
મજકુર ઇસમોને ઉપરોકત ચોરી બાબતે વધુ પુછપરછ કરતા આજથી સાતેક દીવસ પહેલા કુંભારવાડા શર્મા રોલીંગ મીલ કમ્પાઉન્ડ પ્લોટ નંબર- ૩૧ /એફ/૬ ધોરાજીના ડેલામાંથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ હોય જેથી આ અંગે રેકર્ડ પર ખાતરી/તપાસ કરતાં આ ચોરી અંગે બોરતળાવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં ૧૯૯૦/ ૨૦૨૦મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ ભૈપાલસિંહ ચુડાસમા તથા હેડ કોન્સ. મહીપાલસિંહ ગોહીલ તથા હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ તથા હેડ કોન્સ જયરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ તથા સાગર ભાઇ જોગદિયા તથા પો.કોન્સ જયદીપસિંહ ગોહીલ તથા પો.કોન્સ શકિતસિંહ ગોહીલ પો.કોન્સ.સંજય ભાઇ ચુડાસમા તથા પો.કોન્સ. વિઠ્ઠલ ભાઇ બારૈયા તથા પો.કોન્સ રાજેન્દ્ર સિંહ સરવૈયા તથા પો.કોન્સ ઇમ્તીયાજ ખાન પઠાણ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.
એજાદ સેખ રીપોર્ટર