રાજકોટમાંથી કારતૂસ અને પિસ્તોલ સાથે ગોંડલનો ઈસમ ઝડપાયો

One-arrested-with-fist-pist-1

(રાજકોટ) રાજકોટ માંથી પોલીસે પિસ્તોલ અને 3 કારતૂસ સાથે ગોંડલના ઈસમની અટક કરી હતી જેમાં હથિયાર સપ્લાય માં ગોંડલના સપનું નામ ખૂલતા તેની અટક માટે રાજકોટ પોલીસની ટીમ ગોંડલ પહોંચી હતી. ગોંડલ રોડ પર શિવહોટલ પાસે 1 ઈસમ હથિયાર સાથે ઊભો હોવાની આજી ડેમ પોલીસને વિગત મળી હતી. જેના આધારે પોલીસે દેશી બનાવટ પિસ્ટલ અને 3 જીવતા કારતૂસ સાથે ગોંડલ મોટી બજાર, સંઘાણી શેરીમાં રહેતા પરાગ જેન્તી સખિયા હથિયારની અટક કરવામાં આવી હતી અને આ ગેરકાયદેસર હથિયાર અંગે પૂછપરછ કરતા પિસ્ટલ અને કારતૂસ સાગર ઉર્ફે લાલો કમલેશ ગોહિલ નામના શખ્સ હોવાનું અને તેને રાજકોટ ગોંડલ રોડ પર શિવ હોટલ પાસે પહોંચી ફોન કરવા જણાવ્યું હતું, પરંતુ તે પોતે સાગર ને ફોન કરે તે પહેલાં જ સકંજામાં સપડાઈ ગયો હોવાનું કહ્યું છે. પોલીસે પરાગ અને સપ્લાય સાગર સામે ગુનો નોંધ્યો છે. સાગરને પકડવા તેમજ પરાગની વિશેષ પૂછપરછ કરવા પોલીસ કસ્ટડીની તજવીજ હાથ ધરી છે. ગોંડલનો પોલીસ સકંજામાં આવ્યા બાદ આ હથિયાર રાજકોટમાં કોણ ખરીદવાનું હતું તે અંગેનું નામ જાહેર થશે.