આવતી કાલથી સૌરાષ્ટ્ર્રમાં, દક્ષિણ ગુજરાત ,જૂનાગઢ, અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ
ગઈકાલે સૌરાષ્ટ્ર્રમાં ભારે વરસાદ વરસ્યું હતું. પણ આજે તેમાં ઘટાડો થવાની સંભાવના છે. આવતીકાલથી ફરી વરસાદ વધશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી ત્રણ દિવસ માટે શ થતા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર્રમાં જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ભારે વરસાદની શકયતા છે.
બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં આંધ્ર પ્રદેશને લાગુ લો પ્રેશર સર્જાયું છે અને સાથોસાથ સાયકલોનિક સરકયુલેશન પણ જોવા મળે છે.
અરબી સમુદ્રમાં પણ સાયકલોનિક સરકયુલેશન છવાયું છે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓફ શોર ટ્રફ સર્જાયું છે. તેના કારણે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્ર્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતીકાલથી ત્રણ દિવસ માટે વરસાદ પડશે તેવી આગાહી છે.