ભુજમાં MP મોદીના જન્મદિવસની સેવાકાર્યોથી કરાશે ઉજવણી

(ભુજ) PM મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા સપ્તાહનો અહીં કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઇ પટેલ અને રાજ્યમંત્રી વાસણભાઇ આહીરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ, સફાઇ ઝુંબેશ, રક્તદાન કેમ્પ, દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરાયું હતું. તેમજ સંલગ્ન વિસ્તારના રહેવાસીઓને પણ સાથે રાખીને તેમને આ વિસ્તારમાં આડેધડ કચરો ન ફેંકવા અપીલ કરાઈ હતી. આ વોર્ડના નગરસેવકો અશોકભાઈ પટેલ, સહદેવાસિંહ જાડેજા, બિંદિયાબેન ઠક્કર તેમજ સ્થાનિક આગેવાનો જમનાદાસભાઈ સોની, ધીરેનભાઈ જોષી, ભરતભાઈ સોની, ભૌમિકભાઈ ગોર વગેરે અગ્રણીઓ રહેણાક વિસ્તારની મધ્યમાં આવું સુંદર ઉદ્યાન ઊભું કરવામાં જહેમત ઉઠાવી રહ્યા છે. ઉપરોકત બંને રકત શિબિરોમાં 70-70 જેટલી બોટલ રૂધિર એકત્રિત કરાયું હતું. અંતે ટાઉનહોલ મધ્યે 70 જેટલા દિવ્યાંગોને કૃત્રિમ અંગ તેમજ ટ્રાયસિકલ, વ્હીલચેર, સ્ટિક, હીયરિંગ મશીન જેવા વિવિધ ઉપયોગી સાધનો વિતરણ કરવામાં આવ્યાં હતાં તેમજ 70 જેટલા જરૂરિયાતમંદ લોકોને ચશ્માંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે પહેલ કરતાં અંજાર મતવિસ્તારના પ000 જેટલા લોકોનો વીમો ઉતારી તેની તમામ રકમ સ્વખર્ચે ભરવાની વિશેષ જાહેરાત કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું ઉતરદાયિત્વ નિભાવવા પણ ઉપસ્થિત કાર્યકરોને માર્મિક ટકોર કરી હતી. ભુજ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, સેવાને વરેલા વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી પણ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવી રહી છેઆ પ્રસંગે અમૂલ મિલ્ક ફેડરેશનના વાઈસ ચેરમેન અને કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલે એક જાહેરાત કરતાં એલાન કર્યું હતું કે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ સરહદ ડેરીનાં માધ્યમથી જિલ્લાભરના પ0,000 જેટલા લોકોનો વીમો ઉતારવામાં આવશે, જેનો સંપૂર્ણ ખર્ચ સરહદ ડેરી ઉઠાવશે. ઉપરોકત કાર્યક્રમોમાં માંડવી ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ અનિરુધ્ધભાઈ દવે, મંત્રી દિલીપભાઈ શાહ, શૈલેન્દ્રાસિંહ જાડેજા, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ ભંડેરી, ભુજ નગરપાલિકા અધ્યક્ષા લતાબેન સોલંકી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ધનજીભાઈ ભુવા, કે.ડી.સી.સી. બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી પ્રફુલાસિંહ જાડેજા, નગરસેવકો અજયભાઈ ગઢવી, રેશ્માબેન ઝવેરી, ગોદાવરીબેન ઠકકર, દિલીપભાઈ હડિયા, ભુજ શહેર ભાજપ મહામંત્રી અનિલભાઈ છત્રાળા, જયદીપાસિંહ જાડેજા, બાલક્રિષ્નભાઈ મોતા, શીતલભાઈ શાહ, હસ્મિતાબેન ગોર, નરોત્તમભાઈ પોકાર,  દિપાલીબેન શુકલ, યુવા મોરચાના રણછોડભાઈ આહીર, જયંતભાઈ ઠક્કર,  દિવ્યરાજાસિંહ જાડેજા, દિવ્યરાજાસિંહ ઝાલા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.