સુરતમાં બપોર સુધીમાં જ 169 કોરોના પોઝિટિવ કેસ આવતા, લોકોમાં વધી ચિંતા
સુરત શહેરમા કોરોનાનો કહેર. સુરતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતા આવા સમયે રોજ કોરોના સંક્રમણનો કેસોમાં સતત વધી રહ્યા છે. જામાં સૌથી વધારે કેસો સુરત ગ્રામ્ય વિસ્તારોમાં નોધાયા છે. ગ્રામ્યમાં આજ બપોર સુધીમાંજ 95 કેસો નોધાયા છે. જયારે શહેરી વિસ્તારમાં 74 કેસો આવ્યા છે બહાર
સુરત શહેરમાં કોરોનાને લઇને હાલમાં આરોગ્ય વિભાગ ખુબજ કડકાઇથી કામ કરી રહ્યું છે. આવા સમયે કોરોના કેસો ઘટવા જોઇએ એની જગ્યાએ કોરોના સંક્રમણ એક સરેરાશ આંક સાથે વધી રહ્યો છે.
સુરત શહેરમાં બપોર સુધીમાં 74 કેસો છે પરંતુ ગ્રામ્યમાં આ આંકડો બપોર સુધીમાં જ 95 પર પહોચ્યો છે, જે સાંજ સુધીમાં 100ને પાર કરી દેશે. સુરત ગ્રામ્યમાં કામરેજ , ચૌયાસી અને ઓલપાડ વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાય રહ્યો છે. જયારે શહેરી વિસ્તારમાં અઠવા , રાંદેર અને વરાછા બી ઝોનમાં સૌથી વધારે કેસો મળી આવ્યા છે.સુરતમાં સરેરાસ રોજના 250 થી વધુ કેસો આવી રહ્યા છે. જેમાં શહેરમાં વધી 18825 થયો છે જયારે મૃત્યુઆંક 650 પર પહોચ્યો છે. છેલ્લા ઘણાસમયથી શહેરની સરખામણીમાં ગામડાના કેસો પણ વધી રહ્યા છે જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનું કારણ બનીને સામે આવ્યું છે.