પૂર્વ કચ્છમાં 3.3ની તીવ્રતાનો આંચકો

રાજકોટ: કચ્છ પંથક સહિત હવે જામનગર જિલ્લાની ધરતી પણ જુલતી જ રહે છે. ધરતીના પેટાળમાં સતત સળવળાટથી વારંવાર ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. કચ્છનો સિરામીક ઝોન-5માં સમાવેશ થયો છે. પૂર્વ કચ્છની ધરતી સતત ધણધણતી રહે છે ત્યાં ગઇકાલે ફરી બપોરના સમયે ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.
ત્યારે ભૂકંપ ઝોન-5માં આવતા રણપ્રદેશ કચ્છમાં બે દાયકા અગાઉ આવેલા વિનાશક ભૂકંપ બાદ,છેલ્લા અમુક વર્ષોથી કચ્છની ધરા અશાંત બની હોય તેમ 1.1થી 5ની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ધરાવતા ધરતીકંપના આંચકાઓ સતત આવી રહ્યા છે અને ભૂસ્તરશાસ્ત્રીઓ કચ્છમાં મોટો ધરતીકંપ ગમે ત્યારે આવવાની ચેતવણી આપી છે ત્યારે વાગડ ફોલ્ટમાં ફરી સળવળાટ થતાં પૂર્વ કચ્છના ભચાઉ પાસે 3.3નું કંપન નોંધાવાયું છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ભચાઉથી 10 કિલોમીટરના અંતરે ઉત્તર-પૂર્વ દિશાએ બપોરે 12.43 કલાકે રિખ્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા સાથેનો આંચકો નોંધાયો હતો જેની ઉંડાઇ 23.5 કી.મી.જેટલી હોતાં અસર નહિવત રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 12 દિવસ પહેલાં તા. 2/9ના દુધઇ પાસે 4.1ની તીવ્રતા સાથેનું કંપન અનુભવાયું હતું.