ભુજમાં આધેડે ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા

ભુજના રાજગોર ફળિયામાં વાઘેશ્વરી ચોકમાં રહેતા 62 વર્ષીય અભુભખર અલીમામદ હાલેપોત્રાએ બુધવારે રાત્રે કોઇ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. વાઘેશ્વરી ચોકમાં રહેતા અભુભખર હાલેપોત્રાએ પોતાના મકાનની આડી પર વાયર બાંધીને ટુપો ખાઇ લેતા હતભાગીને તેમના ભાઇ અમીર અલીમામદ હાલેપોત્રાએ તાત્કાલિ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડતા જ્યાં તબીબે મૃત જાહેર કરતાં બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ વયસ્કના આત્મહત્યા પાછળના કારણો જાણવા કાર્યવાહી હાથ ધરી છે.