સલમાન ખાને PM મોદીને જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી

(મુંબઇ) બોલીવૂડના અભિનેતા સલમાન ખાને ગઇકાલે PM મોદીને તેમના ૭૦મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પોતાની અને નરેન્દ્રભાઇની તસ્વીર તેણે પોસ્ટ કરી સાથે લખ્યું હતું કે-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિનની ખુબ ખુબ શુભકામના. બીજી તરફ શાહરૂખ ખાન, આમિર ખાન, અનિલ કપૂર સહિત બોલીવૂડને અનેક હસ્તીઓએ પણ વડાપ્રધાનશ્રીને શુભકામનાઓ પાઠવી હતી.