ખેતી બિલના વિરોધ,એક ખેડૂતે ઝેર ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

મોદી સરકાર કૃષિ બિલની વિરુદ્ધ ખેડૂતોમાં આવી રહ્યો છે ગુસ્સો  હરિયાણા અને પંજાબના ખેડૂતો રસ્તા ઉપર ઉતરી રહ્યાં છે અને ખેતી સાથે જોડાયેલા 3 બિલોને પાછા લેવાની માંગણી કરી રહ્યા છે. આ વચ્ચે પંજાબના મુક્તસર સ્થિત બાદલ ગામમાં પ્રદર્શન કરી રહેલા એક ખેડૂતે ઝેર ખાઈ જીવન ટૂંકાવવા નું  પ્રયાસ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલના ઘરની બહાર ધરણા ઉપર બેસેલા પ્રીતમ સિંહ નામના યુવાને આજે સવારે 6 વાગ્યેને 30 મિનિટે ઝેર ખાધુ હતું. તે માનસાના અકાલી ગામનો રહેનારો છેતેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.આ સમગ્ર વિવાદ કેન્દ્રના ત્રણ ખેતી બિલને લઈને છે. આ બિલને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, ખેડૂતોને ન્યુનતમ સમર્થન મુલ્ય જ આવકનો એકમાત્ર ઉપાય છે. બિલ તેને પૂર્ણ કરી દેશે. તે સિવાય કહેવામાં આવી રહ્યું છે કે, આ બિલ વર્તમાન બજારને પૂર્ણ કરી દેનારૂં છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા ત્રણ મહિનાથી આ બિલનો વિરોધ કરી રહ્યાં છે. જો કે, મોદી સરકાર ખેડૂત હિતેચ્છુ બતાવી રહી છે અને પોતાના સ્ટેન્ડ ઉપર ઉભી રહી છે. તે બાદ પણ આ બિલને લઈને પંજાબ અને હરિયાણામાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી રહ્યાં છે. વિપક્ષે સંસદ શરૂ થયા પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ખેડૂત સંબંધી બિલનો વિરોધ કરશે. અકાલી દળે પણ બળવાનો રૂખ અખત્યાર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ખેડૂતોને ભ્રમિત કરવા માટે મોટા પ્રમાણમાં શક્તિઓ લાગી છે. હું મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને આશ્વસત કરુ છું કે ન્યુનતમ સમર્થન મૂલ્ય અને સરકારી ખરીદીની વ્યવસ્થા યથાવત રહેશે.