સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કે પછી હત્યા? આજે વિસરા રિપોર્ટમાં થઈ શકે છે મોટો ખુલ્લાસો

અંદાજે 3 માસ પછી  અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતની સચ્ચાઈ બહાર આવે તેવી  એંધાણ  દેખાઇ રહી છે. ટૂંક સમયમાં એઈમ્સની ફોરેન્સિક ટીમ સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું કારણ જાહેર કરશે. એક ન્યૂઝ ચેનલમાં જણાવ્યા મુજબ, વિસરાનો રિપોર્ટ મળ્યા પછી, એઈમ્સનાં ડોકટરોની પેનલ અંતિમ બેઠક કરશે. વિસરા રિપોર્ટથી સ્પષ્ટ થઈ જશે કે સુશાંતસિંહ રાજપૂતને ઝેર આપવામાં આવ્યું હતું કે નહીં. મોટી વાત એ છે કે કલીના ફોરેન્સિકે અગાઉ પોતાની રિપોર્ટમાં સુશાંત સિંહનાં વિસરા રિપોર્ટને નેગેટિવ ગણાવ્યો હતો. વિશેષ વાત એ છે કે એઈમ્સની ફોરેન્સિક ટીમે દિવંગત અભિનેતાનાં 20 ટકા વિસરાની તપાસનાં આધારે રિપોર્ટ તૈયાર કર્યો છેવિસરા રિપોર્ટ સુશાંતસિંહ રાજપૂતનાં શરીરમાં કોઈ ઝેરી પદાર્થ હાજર હતું કે કેમ તેની માહિતી આપશે. વિસરાનાં રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતનાં મોતનો સમય પણ જાહેર થશે. આ પહેલા ‘ડેથનો સમય’ વિશે કંઇ સ્પષ્ટ નહોતું. સુશાંત કેસની તપાસમાં સીબીઆઈ, એનસીબી, ઇડી રોકાયેલા છે. ઉલ્લેખનીય છે કે, 14 જૂને સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાંથી મળ્યો હતો. બાદમાં સુશાંતસિંહ રાજપૂતની હત્યાનાં આરોપો લાગવાની શરૂઆત થઇ. દરમિયાન સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આશરે 60 દિવસ બાદ આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સીબીઆઈ તપાસ શરૂ થયા બાદ આ કેસમાં ડ્રગ કનેક્શન બહાર આવ્યું હતું અને એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દીધી હતી. હવે વિસરાનાં રિપોર્ટમાં સુશાંતનાં મોતનું રહસ્ય જાહેર થાય તેવી સંભાવના છે. તે પછી જ કોઈ નિર્ણય પર પહોંચવાની વાત અંતિમ થશે. અત્યારે સુશાંત સિંહ રાજપૂતનાં વિસરા રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.