પ્રોહીબીશનનો સફળ કેસ શોધી કાઢી રૂા.૧૧,૨૦૦/ નો મુદામાલ પકડી પાડતી ભાવનગર જીલ્લાની દાઠા પોલીસ

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્વારા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે મહુવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.એચ.જાડેજા સાહેબ ની સુચના મુજબ દાઠા પોલીસ સ્ટેશના પો.સબ.ઈન્સશ્રી એસ.ટી.મહેશ્ર્વરી સા. તથા એ.એસ.આઈ.દિવ્યરાજસિંહ વાળા તથા હેડ.કોન્સ બી.વી.ડોડીયા. તથા પો.કોન્સ મયુરસિંહ ગોહીલ તથા પો.કોન્સ યોગરાજસિંહ વાળા તથા પો.કોન્સ. પ્રવિણભાઇ ગળસર એ રીતેના ખાનગી વાહનમા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીગમાં હતા દરમાયાન ઉંચડી ગામ પાસે એ.એસ.આઈ.દિવ્યરાજસિંહ વાળા તથા પો.કોન્સ મયુરસિંહ ગોહીલ ને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ અહી પીથલપુર ગામે પ્લોટ વીસ્તારમા રહેતો ચેતનભાઈ મનાભાઈ ભીલ પોતાના રહેણાક મકાને ગે.કા ભારતીય બનાવટનો પર પ્રાન્તીય ઇગ્લીશ દારૂ રાખી ચોરી છુપીથી વેચાણ કરે છે જે બાતમી આધારે રેઇડ કરતા મજકુરના રહેણાક મકાને છુપાવેલ ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૩૦ ની કિ.રૂ.૯૦૦૦/- તથા ચપટા નંગ.૨૨ ની કિ.રૂ.૨૨૦૦/- નો મળી કૂલ રૂ. ૧૧,૨૦૦/-નો મુદામાલ મળી અવતા તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી સરકાર તરફે એ.એસ.આઈ.દિવ્યરાજસિંહ વાળાએ ફરીયાદ આપેલ અને આગળની તપાસ એ.એસ.આઈ.દિવ્યરાજસિંહ વાળાસંભાળેલ છે.
આ સમગ્ર કામગીરી દાઠા પોલીસ સ્ટેશના પો સબ.ઈન્સશ્રી એસ.ટી.મહેશ્ર્વરી સા. તથા એ.એસ.આઈ.દિવ્યરાજસિંહ વાળા તથા હેડ.કોન્સ બી.વી.ડોડીયા. તથા પો.કોન્સ મયુરસિંહ ગોહીલ તથા પો.કોન્સ યોગરાજસિંહ વાળા તથા પો.કોન્સ. પ્રવિણભાઇ ગળસર વિ પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.
રીપોર્ટર: એજાદ શેખ