ચીરઇ ધોરી માર્ગ પર સોયા તેલના ભરેલા ટેન્કરમાં લાગી આગ

ભચાઉ તાલુકા ના ચિરઈ પાસેના નેશનલ હાઇવે પર ગાંધીધામ તરફથી આવી રહેલા એક ટેન્કરમાં આગ લાગી.  જે આગમાં ટેન્કરની કેબિન સળગી ને ખાખ બની ગઈ હતી.આગને કાબૂમાં લેવા નજીક આવેલા રિલાયન્સ પંમ્પમાં હાજર ચીરઈ ગામના ઉપસરપંચ ચંદનસિંહ જાડેજા અને સાથે રહેલા યુવાનોએ સમય સૂચકતા વાપરીને પંમ્પમાં રહેલા ફાયર સેફ્ટીના સાધનો દ્વારા ટેન્કરની કેબિનમાં લાગેલી આગને કાબૂમાં કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો.

બીજી બાજુ ચીરઇના સરપંચ ચંદનસિંહએ ભચાઉ નગરપાલિકાને આગની જાણ કરી ફાયર ફાઇટર ટીમ મોકલવા માટે જાણ પણ કરી હતી અને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો. તો આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બનત કારણ કે ટેન્કરમાં લાગેલી આગ તેમાં ભરેલ સોયાબીન તેલ થી વધુ બેકાબુ બનત અને નજીકમાં આવેલ હાઇવે હોટલ અને પેટ્રોલ પંપ  ને પણ આગનો ખતરો રહે છે તેમજ નેશનલ હાઈવે પણ બ્લોક થવાની સંભાવના નકારી શકાય નહીં.