સુરતના હજીરામાં ભયંકર બ્લાસ્ટ વહેલી સવારે ONGCના ગેસ ટર્મિનલમાં આગ સાથે, આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો, સુરતના તમામ ફાયરોને જાણ થતાં ઘટના સ્થળે પહોચ્યા


સુરતની હજીરા શહેર માં આવેલ (ઓએનજીસી)કંપનીમાં ગુરૂવારે સવારે 3 વાગે બ્લાસ્ટ (fire with blast) થયા બાદ ભીષણ આગ લાગી હતી. ઓએનજીસીના એક ગેસ પ્લાન્ટમાં આ આગ લાગી વહેલી સવારે એક સાથે 3 બ્લાસ્ટ થયા હતા. બોઈલરમાં લીકેજ બાદ ભયાનક બ્લાસ્ટ થયો હોવાની માહિતી મળી છે. સુરત ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. આ આગ ઘણી જ વિકરાળ હતી જેના ધૂમડાના ગોટેગોટા દૂરદૂરથી જોઇ શકાતા હતા.આગને કારણે કોઇ જાનહાનીનાં સમાચાર નથી. એક ચર્ચામાં ચાર કર્મચારીઓ ગૂમ થયાની વાત પણ વહેતી થઇ હતી. આ ભીષણ આગમાં એક વ્યક્તિના મોતનાં સમાચાર મળી ફાયરની ટીમના પ્રયત્નો બાદ હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અડાજણ, પાલ અને વેસુ વિસ્તાર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. (ઓએનજીસી) નજીકની ઈમારતો ધ્રૂજી ઉઠી અને જોકે બ્લાસ્ટ થતાની સાથે સુરત લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.સાથે જ સુરત, હજીરા, રિલાયન્સની ફાયરબ્રિગેડ,ક્રિભકો અને (એનટીપીસી )ની ટીમ પણ પહોંચી ગઈ હતી. હાલમાં બ્લાસ્ટ બાદ 4 વ્યકિત ગૂમ થયાના સમાચાર મળી રહ્યા છે.