લીંબડી ગ્રીન ચોકમાં ખુલ્લે આમ વર્લી મટકાનો જુગાર રમાડતા 3 ઇસમો પોલીસના સકંજામાં


મળતી માહિતી મુજબ: પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ માન.DGP ગુ.રા. ગાંધીનગર નાઓ દ્વારા આપવામા આવેલ પ્રોહી જુગાર ડ્રાઇવ અનુસંધાને જીલ્લામાંથી પ્રોહીબીશન જુગારના વધુ કેશોની શોધખોળ કરી ડ્રાઇવ દરમ્યાન પરીણામલક્ષી કામગીરી કરવા તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહીબીશન જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા માટે જુદી-જુદી ટીમો બનાવી અસરકાર કાર્યવાહી કરવા ડી.એમ. ઢોલ પોલીસ ઇન્સ્પેકટર LCB સુરેન્દ્રનગર ને સુચના આપેલ.
જે હકીકત આધારે LCB ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે તાત્કાલીક બાતમી વાળી જગ્યાએ છાપો મારતા ઉપરોકત ત્રણેય આરોપીઓને મોબાઇલ ફોનમાં વોટસઅપથી મેસેજથી વરર્લી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.106000 તથા મોબાઇલ ફોન નંગ ર કી.રૂ. 5000 તથા વરલીના આંકડા લખેલ ચીઠ્ઠી તથા કાગળો તેમજ મોબાઇલમાંથી મેળવેલ સ્ક્રીન શોર્ટના કાગળો તથા બોલપેન નંગ ર મળી કુલ રૂ.111000 ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-1ર-અ હેઠળ ગુન્હો રજી. કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
એલસીબી ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ ના સીધા સુપરવિજન માર્ગદર્શન હેઠળ એલસીબી પો.સબ.ઇન્સ વી.આર. જાડેજા તથા એએસઆઇ નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ.કોન્સ. હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અશ્ર્વિનભાઇ ઠારણભાઇ એ રીતેની ટીમ દ્વારા જુગારધામ હેઠળનો સફળ કવોલીટી કેશ શોધી કાઢવામા આવેલ છે.