નંદાણા ગામે પરણીતાએ કર્યો આપઘાત

(જામનગર) જામજોધપુર તાલુકાના નંદાણા ગામે એક મહિલાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું પતિના ઠપકાથી લાગી આવતા પત્નીએ આ પગલું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામજોધપુર તાલુકા મથકથી 11કિમી દૂર આવેલા નંદાણા ગામે 3 દિવસ પૂર્વે ઘટેલી ઘટનાની માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભેશાવદા ગામના કમરૂભાઈ નાનસિંગ અજનાર નામના શ્રમિકે કરેલી જાહેરાત અનુસાર મણિબેન દુલિયાભાઈ છપનીયા ઉ.વ.27 નામની પરણીતાએ ગત તા.22ના રોજ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાન હોસ્પિટલ ખસેડાયેલી આ મહિલાનું ગઇકાલે મોડીરાત્રે મૃત્યુ નીપજયું હતું. આ ઠપકાથી લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.