ચોરવાડ નજીક સ્વીફટ કારમાંથી 176 બોટલ શરાબ ઝડપાયો : 2 ઇસમોફરાર

જુનાગઢ: ચોરવાડથી એક કિલોમીટર દૂર માંગરોળ રોડ પરથી સ્વીફટ કારમાંથી 176 નંગ વિદેશી શરાબનો જથ્થો પુંઠા પાછળ છુપાવેલો મળ્યો હતો. જો કે દિનદહાડે બન્ને ઇસમો નાસી છુટ્યા હતા.

આ અંગેની ચોરવાડ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ચોરવાડ-માંગરોળ રોડ પર ભગવતી પેટ્રોલ પંપ સામે ગુરુવારે ચોરવાડ PSI  K.B. લાલકા અને પોલીસ સ્ટાફે સ્વીફટ કાર નં. GJ  05 JF  5098ને ચેક કરતાં પુંઠાની 15 પેટી (176 નંગ) કિંમત રૂા. 70,400નો વિદેશી શરાબ મળી આવ્યો હતો.

આ દરમ્યાન આરોપી પ્રદીપ ઉર્ફે પદો ઉકા ડાભી રહે. ચોરવાડ અને તેનો સાગ્રીત કરણ ઉર્ફે કાલીયો સામત ભારાઈ રબારી રહે.મધુરમ (જૂનાગઢ) બન્ને નાસી છૂટ્યા હતાં. આ અંગે ચોરવાડ પોલીસમાં ગુનો નોંધી PSI  K.B. લાલકાએ પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.