ભચાઉ આરોગ્ય કેન્દ્ર ની ૧૦૮ ટીમો દ્રારા કોરોના માટે ઘેર ઘેર સર્વે હાથ ધરાયો

ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.આર.કે.અંજારીયા તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર, સુપરવાઈઝરના માર્ગદર્શનને સુપરવિઝન હેઠળ તાલુકાના તમામ ઘરો ને વસ્તીનું શંકાસ્પદ કોરોનાના દર્દીઓને શોધવા માટે ઘરો ઘર સર્વે કામગીરી હાથ ધરાઈ છે. 

તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા, આમરડી, આધોઇ, સામખીયારી, જંગી ,જુના કટારીયા, ધોળાવીરાને અર્બન ભચાઉની કુલ ૧૦૮ ટીમો દ્રારા ઘરો ઘર સર્વે કરી કોરોના ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ ની તપાસ કરાઇ રહી છે .લોકો ને આ માટે આરોગ્ય ટીમો ને સહકાર આપવા જણાવવામાં આવે છે.સાથે લોકો ને સોસાયલ ડિસ્ટન્ટ, માસ્ક પહેરવું ને હાધ ધોવાની પદ્ધતિની સમજ આપાઈ રહી છે ને આર્યુવેદીક તેમજ હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાઈ રહયું છે.

તાલુકા આરોગ્ય અધિકારી દ્રારા કોઈને પણ તાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધી ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ છે તેવું ડો.આર.કે.અંજારીયા તાલુકા હેલ્થ ઓફીસર ભચાઉ-કચ્છ દ્વારા જણાવાયું છે.