કંડલા પોર્ટ ૩પ.૬ ડિગ્રી સાથે રાજ્યનું સર્વાધિક ગરમ મથક

content_image_c0db0ec0-2688-433f-a3cd-1f7235f09306

કચ્છમાં છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયાથી મેઘરાજાએ વિરામ લીધો છે. કંડલા પોર્ટ ૩પ.૬ ડિગ્રી સાથે રાજ્યનું સર્વાિધક ગરમ માથક બન્યું હતું. કંડલા એરપોર્ટ કેન્દ્રમાં ૩૪.૬ ડિગ્રી, ભુજમાં ૩૩.૭ ડિગ્રી અને નલિયામાં ૩ર.૪ ડિગ્રી નોંધાયું હતુ.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં ઓક્ટોબરના પ્રાથમ સપ્તાહમાં નૈઋત્ય ચોમાસુ વિદાય લેશે ચાલુ સીઝનમાં ર૬૦ ટકા થી વધુ વરસાદ વરસ્યો હતો. કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન ૩પ.૬ ડિગ્રી નોંધાયું હતું.જિલ્લા માથક ભુજ ખાતે મહત્તમ તાપમાન ૩૩.૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૪.૪ ડિગ્રી નોંધાયું હતું. બપોરના સમયે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮૪ ટકા અને સાંજે પ૭ ટકા જેટલું ઉંચુ નોંધાયું હતું. પવનની દિશા પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમની અને ગતિ સરેરાશ પ્રતિકલાક પ કિ.મી.ની રહેવા પામી હતી. કચ્છમાં છેલ્લા કેટલાક સમયાથી વાતાવરણમાં ઠંડક અને ગરમીના પ્રમાણમાં ભારે વાધારો -ઘટાડો જોવા મળી રહ્યો છે.