વડોદરા : 5 માળની ઈમારત કડડભૂસ… 3ના મોત, એક બાળક સહિત 3ને બચાવાયા

વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 7થી વધુ વ્યક્તિઓ દબાયા હોવાની આશંકા છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યું હતું. રેસ્ક્યૂ ઓપરેશનમાં 1 બાળક સહિત 3ને બચાવી લેવાયા હતા.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર વડોદરાના પાણીગેટના બાવામાનપુરામાં સોમવારે મોડીરાત્રે 5 માળની બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડી હતી. બિલ્ડિંગના કાટમાળમાં 7 લોકો દટાયા હતા. વડોદરામાં બનેલી આ ગમખ્વાર ઘટનામાં ઘણા વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે.