લોકોની સુખાકારી માટે ૨૪ કલાક રોડ લાઈટ સેવા આપતી ગુજરાતની પ્રથમ નગર પાલિકા અંજાર પાલિકા

ગુજરાત મા અંજાર શહેર ને ઐતિહાસિક અંજાર શહેર નો વિશેષ દરરજો પ્રાપ્ત થયેલ છે. અંજાર શહેર જેસલ તોરલની સમાધિ, સુડી ચપ્પુ તેમજ કચ્છી બાંધણી ના લીધે જગ વિખ્યાત છે. ત્યારે સત્તાના મદ તેમજ બહુમતી ના જોરે નીતી નિયમો ને બાજુ એ મુકી મનઘડત નિર્ણયો લેવા મા આવતા હોય છે. વિપક્ષ દ્વારા અવાર નવાર અવાજ ઉઠાવવા મા આવતો હોય છે તેને ઘોળી ને પી જવાય છે ત્યારે ગત સામન્ય સભા મા રોડ લાઈટ રીપેરીંગ નો અહેવાલ રજૂ કરતા વિપક્ષ દ્વારા સવાલ પૂછવા મા આવેલ કે લાઇટ ખરાબ થવા નું કારણ શું ત્યારે હાઈ વોલ્ટ નું બહાનું ધરવામાં આવતા પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારા દ્વારા દિવસે ચાલુ લાઈટ નો ફોટો બતાવતા સભા મા સતાપક્ષ ના સભ્યો ભોંઠા પડી ગયેલ હતા. વિપક્ષ દ્વારા પીજીવીસીએલ ની લાઈન માથી સીધું કનેક્શન જોડી અંજાર નગર પાલિકા ચોરી કરી રહી છે તેમજ સમગ્ર ગુજરાત મા ૨૪ કલાક રોડ લાઈટ સેવા આપતી પ્રથમ અંજાર નગર પાલિકા ને બેસ્ટ એવોર્ડ માટે ગુજરાત સરકાર મા રજૂઆત કરવા મા આવે તેવું કટાક્ષ મા કોંગ્રેસી કાઉન્સિલર જીતેન્દ્ર ચોટારાએ સતાધીશો નેં જણાવ્યું હતું.

ખાશ સૂત્રો મારફ્તે