૨૦૧૯-૨૦૨૦ ઇન્કમ ટેક્સ ભરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવાઈ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ (સીબીડીટી ) એ આકારણી વર્ષ 2019-20 માટેનું મોડું અને સંશોધીત ઈન્કમટેકસ રિટર્ન ભરવાની તારીખ 30 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી લંબાવી છે. ૨૦૨૦-આકારણી વર્ષ માટે આવક વેરા ભરવાની તારીખ અગાઉ 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.
સીબીડીટીએ એક યાદીમાં જણાવાયું હતું કે કોરોના મહામારી ના કારણે કરદાતાની વાજબી મુશ્કેલીઓને વિચારણામાં લઈ સીબીડીટીએ આકારણી વર્ષ 2019-20 માયે મોડા અને સંશોધીત આઈટીઆર ફાઈલ કરવાની ડયુટેટ વધુ લંબાવી છે.
આવતા વર્ષના સંશોધીત અથવા નવા રિટર્ન ફાઈલ કરવા કરદાતાઓ માટે ચોથીવાર મુદત વધારવામાં આવી છે. પ્રથમવાર 31 માર્ચથી 30 જૂન અને ત્યારબાદ 31 જુલાઈ અને ફરી 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.
સીબીડીટીએ જણાવ્યું હતું કે તેણે એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે 33.54 લાખ કરદાતાઓને રૂા.1,18,324 કરોડનું રિફંડ જારી કર્યું