કચ્છનથી દિલ્હી વિમાન માર્ગની સુવિધાથી જૂની માંગ સંતોષાશે


પોર્ટ અને તેને સંલગ્ન ઉદ્યોગોના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમતા કંડલા કોમ્પ્લેક્ષ અને’ દેશની આર્થિક રાજધાની’ મુંબઈ સાથે વિમાની સેવા તો ચાલુ છે, પરંતુ દેશની રાજધાની દિલ્હી સાથેની વિમાની સેવા શરૂ કરવાની’ લાંબા અરસાની જરૂરિયાત આખરે સંતોષાતાં કચ્છી લોકોના જીવનને વેગ મળશે. સ્પાઈસ જેટ વિમાની કંપની દ્વારા આગામી 10 ઓકટોબરથી’ કંડલા’ દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ કરવામાં આવશે. આ સુવિધાથી કચ્છની લાંબા સમયની માંગ સંતોષાઈ હોવાનું જણાવી ઉદ્યોગ જગતે આ નિર્ણયને બિરદાવ્યો છે. કચ્છમાં સૌપ્રથમ વખત રાજધાનીની હવાઈ સેવા શરૂ થવા અંગે સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ સ્પાઈસ જેટ વિમાની કંપની દ્વારા આગામી 10 ઓક્ટોબર શનિવારથી કંડલા દિલ્હી વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરવામાં આવશે. હાલ આ વિમાની સેવા માટેનું બુકિંગ ચાલુ’ થઈ ગયું છે. જે મુજબ ફલાઈટ દિલ્હીથી બપોરે’ 12.40 વાગ્યે ઉડાન ભરી બપોરે 2.55 વાગ્યે કંડલા પહોંચશે. જ્યારે કંડલાથી બપોરે 03.25 વાગ્યે’ ઉડાન ભરી સાંજે 5.40 વાગ્યે દિલ્હી પહોંચશે. એક વખત લાંબા સમય સુધી બંધ હાલતમાં રહેલા કંડલા એરપોર્ટ ખાતેથી મુંબઈ’ અને અમદાવાદની નાસિક સાથેની જોડાણ આપતી બે’ સહિત ત્રણ વિમાની સેવા કાર્યરત છે, ત્યારે હવે દેશની રાજધાની સાથે કચ્છ વિમાની સેવા સાથે જોડાઈ જતાં હવે કંડલા વિમાની મથક ખાતેથી ચાર વિમાનો ઉડાન ભરશે . અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ થયેલા સર્વે મુજબ કંડલા એરપોર્ટ ઉપર આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કંડલા એરપોર્ટ મેનેજર સંજીવ મેંગલે 10 તારીખથી દિલ્હીની ફલાઈટ શરૂ થવાની વાતને સત્તાવાર સમર્થન આપ્યું હતું. કયુ.ફોર.100 મોડેલનું 78 બેઠકની ક્ષમતા ધરાવતું વિમાન કંડલા દિલ્હી વચ્ચે ઉડાન ભરશે અને આ સેવા સોમવારથી રવિવાર સુધી અઠવાડિયાના સાતેય દિવસ’રહશે તેવું તેમણે કહ્યું હતું.’ કચ્છથી દેશની રાજધાની સાથે વિમાની સેવા શરૂ’ કરવા માટે’ વખતોવખત રજૂઆતો કરવામાં આવી હતી. રાજ્યકક્ષાએ તો ભુજથી’ દિલ્હીની વિમાની સેવાની જાહેરાત પણ અગાઉ થઈ ચૂકી હતી. એર ઈન્ડિયા દ્વારા દિલ્હીથી ભુજ અને મુંબઈનો રૂટ તૈયાર કરી મોટા વિમાનને મૂકવાનો તખતો’ વર્ષ 2019માં તૈયાર થયો હતો. પરંતુ હજુ સુધી આ યોજના શકય બની નથી. વર્ષ 2014માં તો જેટ એરવેજ અને ગુજરાત સરકારની બેઠકમાં 26 ઓકટોબરથી ભુજ દિલ્હીની સેવા શરૂ કરવાની પણ જાહેરાત થઈ હતી. જ્યારે તત્કાલીન નાણાં, ઊર્જા અને નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભભાઈ પટેલે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે ભુજ-દિલ્હીની વિમાની સેવા અંગે ચર્ચા પણ કરી હતી.પરંતુ આટલા સમય બાદ પણ વર્ષ 2020 સુધી કચ્છને’ દેશની રાજધાની સાથેની વિમાની સેવા નસીબ થઈ નથી. કંડલા દિલ્હી સીધી ફલાઈટ શરૂ કરવાના નિર્ણયને ઉદ્યોગ જગતે આવકાર્યો છે.’ કચ્છના ઉદ્યોગગૃહોનાં સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના એમ.ડી. નિમિષ ફડકેએ આ નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, કચ્છની વર્ષો જૂની માંગ સંતોષાઈ છે.’ આ વિમાની સેવા શરૂ થવાથી’ દિલ્હીના ઉદ્યોગપતિઓ કે જેની કચ્છમાં ફેકટરીઓ છે’ તેઓને, તેમના ગ્રાહકોને,’ વેન્ડરોને ઘણી સુવિધા મળશે. આ સેવાથી પ્રવાસનને સારો વેગ’ મળશે. તેમજ આરોગ્ય સેવા મેળવવા માટે દિલ્હી પહોંચવું સરળ બનશે. આ સેવા માટે સૌ સંસ્થાઓએ, પ્રજાકીય પ્રતિનિધિઓએ સારા પ્રયાસ કર્યા હોવાનું તેમણે જણાવ્યુ હતું. કચ્છની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ જૈને પણ આ નવી સુવિધા બદલ’ આનંદની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે,’ આ સેવા માટે ચેમ્બરે વખતોવખત રજૂઆતો કરી હતી, લાંબા સમયની માંગ સંતોષાતાં’ ઉદ્યોગ જગતને ઘણી રાહત થશે અને સારો ટ્રાફિક મળશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતે. ગાંધીધામ વ્યાપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાનીએ પણ આનંદની લાગણી દર્શાવી હતી. ચાઈના ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે દિલ્હીમાં ઉત્પાદિત થતી વસ્તુઓના વ્યાપારની તક વધારવા માટે આ વિમાની સેવા ઉપયોગી બનશે તેવું તેમણે જણાવ્યું હતું.
ખાસ સૂત્ર મારફતે