આદિપુર પાસે કાર અડફેટે રાહદારી યુવાનનું મોત નિપજયું

ગાંધીધામ અને આદિપુરને જોડતા ટાગોર રોડ ઉપર પીડબલ્યુડીના ગેસ્ટહાઉસ સામે નંબર વગરની નવી કાર લઇને નિકળેલા મહિલાએ પગપાળા જઇ રહેલા યુવાનને અડફેટે લેતાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજયું છે, અકસ્માત સર્જનાર કાર ચાલક મહિલા કાર મુકી નાસી ગયા હતા જેમના વિરૂધ્ધ મૃતકના ભાઇએ આદિપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.