માંડવીમાં વન ચેતનામાં પાણી ભરાવાથી વન વિભાગની મહેનત પર પાણી ફરી વળ્યું…

બંદરીય શહેર માંડવીના દરિયાકીનારા પાસે પ્રવાસીઓને આકર્ષવા માટે વન વિભાગ દ્વારા ત્રણ એકરમાં લાખોના ખર્ચે વન ચેતના બનાવાયું છે પરંતુ ભારી વરસાદના કારણે છેલ્લા એક માસથી વરસાદી પાણી ભરાઇ રહેતાં વૃક્ષો સુકાઇ રહ્યાં છે તેમજ ઇમારતને પણ નુક્સાન થઇ રહ્યું છે. અને વન વિભાગની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. વર્ષોથી જતન કરાયેલા વૃક્ષોની ચારે બાજુ પાણી ભરાઇ ગયા છે જેના નિકાલ માટે કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.આ સ્થળે ટ્રેકિંગ માટે ઘણા બધા લોકો આવતા હોય છે તેમ છતાં વીકાસના કામ પર બ્રેક લાગી છે. આરએફઓ કૌશિક ખેરના જણાવ્યા અનુસાર તેમના આવ્યા પહેલાં વન ચેતનાનું નિર્માણ થયું છે. સામાન્ય રીતે વરસાદી પાણી સુકાઇ જતું હોય છે પરંતુ આ વખતે જે પાણી ભરાયેલું છે તે હવે સૂર્ય પ્રકાશ નીકળતાં સુકાઇ જશે તેવું તેમણે જણાવ્યુ હતું…

-સૂત્રો પ્રમાણે