..આખરે ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર પડેલા મસમોટા ખાડા પૂરાયા.

આખરે જીએસઆરડીસી દ્વારા પેચવર્કનું કામ શરૂ કરાયું……

સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર વરસાદ બાદ રસ્તાની હાલત એકદમ કથળી ગઈ હતી જેના કારણે રોડ પર વાહન માત્ર એક જ લેનમાં ચલાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી જેના લીધે અકસ્માતના બનાવો બનવાની ભય સતત રહેતો હતો .આ વચ્ચે જી.એસ.આર.ડી.સી દ્વારા પેચવર્કનું કામ શરુ કરાયું હતું. કાર્યપાલક ઈજનેર આર.જે મકવાણાએ જણાવ્યું કે,આ રસ્તા રિપેરિંગનું કામ જલ્દી જ પૂર્ણ કરવામાં આવશે . તેમજ ભુજ તરફથી શરુ થયેલા કામમાં ભુજૉડી,શેખપીર અને કુકમા ત્રણ રસ્તા નજીકના વિસ્તારમાં રોલર સહીત ડામરનું પેચવર્કનું કામ પણ કરવામાં આવ્યું હતું તેવું જણાઈ રહ્યું છે.

નોંધનીય બાબત છે કે,હજુ સુધી ભુજૉડી ઓવરબ્રિજનું કામ અધ્ધરતાલ છે અને બીજી બાજુ રસ્તાની હાલત પણ ખાસ્તા થઇ જતા વાહનચાલકોને નાકે દમ આવી ગયો હતો જે હવે વાહન ચાલકો રાહત અનુભવી રહ્યા છે .

-મળતા સૂત્ર પ્રમાણે