શું સુરતમાં લૉકડાઉન દરમિયાન ‘ખીચડી-કઢી કૌભાંડ’ આચરવામાં આવ્યું….?

સુરત મહાનગર પાલીકા દ્વારા લૉકડાઉન દરમિયાન ગરીબોને ભોજન પૂરુ પાડતા સમયે કમિશનર બંછાનિધી પાનીએ મુલાકાત લીધી હતી.
સુરતમાં કોરોનાકાળ દરમિયાન લૉકડાઉનના સમયમાં શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોને ભોજનની સુવિધા પૂરી આપવામાં આવી હતી, એ મામલે એક વિવાદ ઉદભવ્યું છે.જે લૉકડાઉનના સમયગાળામાં સરકાર- સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન અને સેવાભાવી સંસ્થાઓએ સહભાગી સેવાની કામગીરી હાથ ધરી હતી.સૂત્રો અનુસાર સુરત શહેર જિલ્લા કૉંગ્રેસમાં બક્ષીપક્ષ વિભાગના પ્રમુખ કલ્પેશ બારોટ દ્વારા સુરત મહાનગર પાલિકામાં એક આરટીઆઈ ફાઈલ કરવામાં આવી હતી.જેમાં તેમણે લૉકડાઉન દરમિયાન વિવિધ એનજીઓને તેમની વિવિધ કામગીરી તથા કારક્રમો માટે પાલિકાએ કેટલા પૈસા ચૂકવ્યા છે તે સહિતના પ્રશ્નો સાથેની માહિતીઓ માગી હતી અને તેની પણ કરવામાં આવી હતી. આરટીઆઈમાં જે માહિતી બહાર આવી છે તેને લઈને સવાલો અને વિવાદ સર્જાયા છે. આ વિવાદ ‘ખીચડી-કઢી કૌભાંડ’ તરીકે સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે.
આ વિવાદ વિશે કહેવાઈ રહ્યું છે કે કેટલીક સંસ્થાઓએ જરૂરિયાતમંદોને મફતમાં ભોજન તો કરાવ્યું પરંતુ ત્યારબાદ તેમણે સુરત મહાનગરપાલિકા સમક્ષ બિલ મૂક્યા અને તેમને તેનાં નાણાં ચૂકવવામાં આવ્યાં છે.છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક મીડિયામાં આ મામલે અહેલાવો પણ રજૂ કરી રહી છે. આ બાબતે બીબીસીએ વધુ જાણવાની કોશિશ કરી અને તપાસ આગળ વધારી છે.
-મળતી માહીતી અનુસાર…