ગઢશીશામાં છોકરાઓ મુદે પાડોશીઓમાં મારામારી : ચાર સામે ફરિયાદ

ગાંધીધામમાં ટીમ્બરના ધંધાર્થીને બે કાકાઇ ભાઇ વચ્ચે ધોકવાળી….
સૂત્રો અનુસાર માંડવી તાલુકાના ગઢશીશા ગામે છોકરાઓ મુદે પાડોશીઓ વચ્ચે ધોકાવાળી તો બીજી બાજુ ગાંધીધામમાં ટીમ્બરનો વ્યવસાય કરતા બે વેપારીભાઇઓ બાખડી પડ્યા હતા. બન્ને બનાવોમાં પગલે પોલીસ મથકે સામ-સામી ફરિયાદ કરાતાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યું…
॥ ગઢશીશા ગામે બાલકૃષ્ણનગરમાં રહેતા સુલેમાન આમદ માજોઠી (ઉ.વ.65)એ પોલીસ ફરિયાદમાં પાડોશી અબ્દ્રેમાન ઉર્ફે જાકબ જુશબ સાટી, જાયદાબેન અબ્દ્રેમાન ઉર્ફે જાકબ સાટી અને શેરબાનું જુશબ સાટી વિરૂધ ગુનો નોંધાવ્યો છે, આરોપીઓએ શેરીમાં છોકરાઓ રમવા મુદે બોલચાલ કરી ફરિયાદીને માથામાં લાકડીથી ઇજા પહોંચાડી હતી. તો, પ્રતિ ફરિયાદમાં અબ્દ્રેમાન ઉર્ફે જાકબ જુશબ સાટી (ઉ.વ.35) એ આરોપી સુલેમાન આમદ માજોઠીએ છોકરાઓના રમવા મુદે બોલાચાલી કરીને ફરિયાદી તેમજ તેમની પત્નિ અને માતાને ધોકાવાળી કર્યું હોવાનું જણાવ્યું હતું. ગઢશીશા પોલીસે બન્ને પક્ષની ફરિયાદનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે….
બીજીતરફ ગાંધીધામ ખાતે ટીમ્બરનો વેપાર કરતા બે કાકાઇ ભાઇ બાખડી પડ્યા હતા જેમાં અંજારમાં રહેતા અને ગાંધીધામમાં ટીમ્બરનો ધંધો કરતા બીપીન ડાહ્યાલાલ ગામોટે ફરિયાદ નોંધાવી છે કે, આજે તેઓ ગાંધીધામ પોતાની ઓફિસે હતા ત્યારે તેમના મોટાબાપાનો દિકરો બીમલેશ વેલજીભાઇ ગામોટ ઓફિસે આવ્યો હતો અને તેના વિરૂધ્ધ એકાઉન્ટ રૂમનું તાડું તોડી ફાઇલોની લૂટ કરી હોવાની કરેલી ફરિયાદ અરજીનું મનદુ:ખ રાખી અપશબ્દો બોલતાં તેને અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બીમલેશે પોતાના કાકાઇ ભાઇ બીપીનને ધોક્કાથી માર મારી પીઠ અને છાતીના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી તેથી સામે પક્ષે બીમલેશ વેલજીભાઇ ગામોટે એવી ફરિયાદ નોંધાવી છે કે બીપીન ડાહ્યાલાલ ગામોટ તેમના વુડપેલેટ લાકડાના પ્લોટ પર કામ કરતા કામદારોને ધાક-ધમકી કરતો હોવાથી તે બાબતે તેઓ સમજાવવા ગયા તો ઉશ્કેરાયેલા બીપીને ફરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જેના પગલે પોલીસે બન્ને ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-મળતી માહીતી અનુસાર…