ખરેખર આ તે કેવું યુગ..? પુત્રએ પીતાની કરી હત્યા….!

…આ તે કેવું યુગ ..? ખરેખર કળયુગએ તો જીવાદોરી જ છીનવી લીધ છે જાણે …!
શીલજ-: હાલમાં મળતા સૂત્રો અનુસાર આંબલી રોડ પર પુત્રએ જમીન, મકાન અને દાગીના મેળવવા માટે પિતાની હત્યા કરી નાખી. પુત્રએ પિતાને કહ્યું હતું કે ગામડે આવેલી જમીન, મકાન અને મમ્મીના દાગીના વેચી તેના પૈસા આવે તે મને આપી દો. પિતાએ તેને ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો . આ જગડો આવું સ્વરૂપ લેશે તેવું કોઈએ વિચાર્યું નહોતું પરંતુ આ દરમિયાન મોડી રાતે પુત્રએ પિતાને લાકડી વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનામાં પુત્ર સામે સરખેજ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડની કામગીરી શરૂ કરી છે…
મૂળ પાટણના સોજીત્રા ગામના અને હાલમાં શીલજ- આંબલી રોડ પર ઔડાના મકાનમાં મગનભાઈ રબારી તેમની પુત્રી અને પુત્ર સુરેશ ઉર્ફે ગમન સામે રહેતા હતા. મગનભાઈ થલતેજ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. બે દિવસ પહેલા સુરેશે પિતા સાથે ગામડે આવેલી જમીન, મકાન અને મમ્મીના દાગીના વેચી તેના પૈસા આવે તે મને આપી દો તેવી વાત કરી હતી. આ વાતને લઈને મગનભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ વાતથી પુત્રને મનમાં પિતા pratye આ દરમ્યાન મોડી રાત્રે નોકરી પુરી મગનભાઈ ઘરે આવ્યા હતા. ઘરપ્રત્યે દ્વેષ ઉદભવે છે ત્યારે એજ રાત્રે ઘરનાના બધા સુતા હતા ત્યારે સુરેશ લાકડી લઈ તેના પિતાને માથામાં માર માર્યો હતો જેના કારણે પીતાની હાલત એકદમ કથળી ગઈ હતી. આ ઘટનાની જાણ તથા આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા તેમજ તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેઓનું મોતને ભેટી પડ્યા હતા . આ બધી ઘટનાને લઈને સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
-ખાસ સૂત્રો અનુસાર